Site icon

Couple Romance on Bike : ચાલતી બાઈક પર રોમાન્સ કરવો પડ્યો ભારે, પોલીસે કરી આ કાર્યવાહી.. જુઓ વિડીયો

Couple Romance on Bike :જો રસ્તાઓ ટ્રાફિકથી સંપૂર્ણ જામ થઈ ગયા હોય તો પણ કેટલાક લોકો રીલ બનાવવા માટે એવા કામ કરે છે કે રાહદારીઓ પોતે જ શરમમાં મુકાઈ જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના હાપુડમાં પણ સામે આવ્યો છે. એક યુગલ ચાલતી બાઇક પર રોમાન્સ કરે છે. યુવતી બાઇકની ટાંકી પર બેઠી છે અને તેના પાર્ટનરને ગળે લગાવી રહી છે.

Couple Romance on Bike UP Couple Romance On Moving Bike In Viral Video, Fined ₹ 8,000

Couple Romance on Bike UP Couple Romance On Moving Bike In Viral Video, Fined ₹ 8,000

News Continuous Bureau | Mumbai 

Couple Romance on Bike : ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) હાપુડમાં ( Hapud ) મોટરસાઇકલ ( motorcycle )  પર રોમાન્સ ( Romance )  કરવો પતિ-પત્નીને મોંઘુ પડ્યું છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પત્ની બાઇકની ટાંકી પર બેસીને પતિને ગળે લગાવતી જોવા મળી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ હાપુર ટ્રાફિક પોલીસે ( Hapur Traffic Police )  આ મામલે કાર્યવાહી કરી છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂપિયા 8,000નું ચલણ જારી કર્યું છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ વાયરલ વીડિયોમાં દેખાતા પતિ-પત્ની મુરાદાબાદના ( Moradabad ) રહેવાસી છે. તેના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા છે. આ યુગલ દિલ્હી-લખનઉ હાઈવે ( Delhi-Lucknow Highway ) પર હાપુડ થઈને દિલ્હી તરફ જઈ રહ્યું હતું. આ વીડિયો તે સમયનો હોવાનું કહેવાય છે.

જુઓ વિડીયો

બાઇક પર રોમાન્સ કરવો મોંઘો પડ્યો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક બોલિવૂડના હીરોની જેમ હેલ્મેટ વિના નેશનલ હાઈવે પર બાઇક ચલાવી રહ્યો છે અને પત્ની બાઇકની ટાંકી પર તેના પતિની સામે બેઠી છે અને તેને ગળે લગાવી રહી છે. વીડિયોમાં બંનેએ હેલ્મેટ પહેર્યું નથી. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તરફથી ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : PAK Vs SL: પાકિસ્તાને શ્રીલંકાના બેટ્સમેન સાથે કરી ચીટિંગ, આવી રીતે પકડ્યો કેચ, જુઓ વિડીયો..

પોલીસે આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

આ મામલો હાપુડના સિંભોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, વીડિયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે સિંભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર બાઇક પર સ્ટંટ કરતા કપલની તસવીર વાઈરલ થઈ હતી, જે અંગે હાપુર પોલીસે તાત્કાલિક નોંધ લીધી છે. બાઇક નંબરની ઓળખ કરીને 8000 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવ્યું છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version