ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.
એવું કહેવામાં આવી રહ્યું છે ઇડી દેશમુખને કસ્ટડીમાં રાખીને તેમની સચિન વાજે સામે પૂછપરછ કરવા માંગે છે.
આ પહેલા પીએમએલએ કોર્ટે અનિલ દેશમુખની કસ્ટડી ત્રણ દિવસ લંબાવી હતી.
કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ આ વર્ષે 21 એપ્રિલે એનસીપી નેતા સામે ભ્રષ્ટાચાર અને સત્તાવાર કાર્યાલયના દુરુપયોગના આરોપસર એફઆઈઆર નોંધાવ્યા બાદ ઇ.ડી.એ દેશમુખ અને તેમના સાથીઓ સામે તપાસ શરૂ કરી હતી.
