Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાને લઈ રાહતનાં ખબર: ભારતમાં 3 અઠવાડિયાથી કેસો ઘટી રહ્યા છે. પરંતુ આ રાજ્યમાં ઉછાળો નોંધાયો છે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020

દેશમાં દૈનિક કેસો ફરી એક મહિના પહેલાં સપ્ટેમ્બરમાં હતાં તેની  આસપાસ પહોંચી ગયા છે. 21 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના કેસ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઊંચા દરે વૃદ્ધિ પામ્યા છે, જે દર્શાવે છે કે દેશના કેટલાક ભાગોમાં રોગચાળો વધી રહ્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ કાબુમાં છે. 

Join Our WhatsApp Channel

આ યાદીમાં બીજા છેડે બિહાર હતું, જ્યાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં રાષ્ટ્રીય દર (19%) ની આસપાસનો વધારો થયો હતો – જે કોઈપણ રાજ્ય દ્વારા નોંધાયેલ સૌથી ઓછી વૃદ્ધિ હતી, ત્યારબાદની સૌથી ઓછી વૃદ્ધિ તમિળનાડુમાં હતી, જયાં કેસોમાં 23% વૃદ્ધિ નોંધાઈ હતી, ત્યારબાદ ગુજરાત ( 26%), આંધ્રપ્રદેશ (27%), તેલંગાણા (27%) અને આસામમાં (32%) નો વધારો થયો છે. જ્યારે બે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો હતા – મહારાષ્ટ્ર 36% અને કર્ણાટક 39% ના દરે વૃદ્ધિ પામ્યું હતું, જે  ભારતના સરેરાશ દર કરતા વધારે છે.

દરમિયાન, સોમવારે 59,471 તાજા કેસો નોંધાયા હતાં. 24 ઓગસ્ટ પછી પહેલી વખત દૈનિક ગણતરી 60,000 ની નીચે પહોંચી ગઈ હતી. દર સોમવારે કેસની ગણતરી કરવામાં આવે છે, ત્યારે ગત ચાર સોમવાર દરમ્યાન – સપ્ટેમ્બર 14 ના રોજ 80,663,  21 સપ્ટેમ્બરે 73,279 અને  સપ્ટેમ્બર 28 ના રોજ 66,251 ની સંખ્યા ક્રમશ ઓછી થઈ રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2,297, કર્ણાટકમાં 1,845 અને દિલ્હીમાં 1,503 કેસ નોંધાયા છે.

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version