ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021
ગુરૂવાર
તામિલનાડુમાં હવે ચૂંટણી પતી ગઈ છે એટલે લોકડાઉન નો દોર શરૂ થયો છે. તમિલનાડુની સરકારે ૧૦ એપ્રિલથી આખા રાજ્યમાં કડક નિર્બંધોની જાહેરાત કરી છે. જે મુજબ આખા રાજ્યમાં તમામ સંસ્થાનોમાં માત્ર 50 ટકા લોકોને પ્રવેશ મળશે. બસ અને ટ્રેન માત્ર બેસી શકાય તેટલા લોકો ની એન્ટ્રી રહેશે. તમામ દુકાનોમાં માત્ર 50 ટકા લોકોને જ શોપિંગ માટે અંદર લઇ શકાશે. કોઇમ્બતુર અને ચેન્નાઈની અનેક માર્કેટ બંધ કરવામાં આવી. ધાર્મિક મેળાવડાઓ બંધ રહેશે. ઓટોરિક્ષા માત્ર બે જણા સફર કરી શકશે.
આમ તામિલનાડુમાં પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
આ દેશમાં માત્ર સાત કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા ખળભળાટ. વડાપ્રધાન ચિંતામાં…
