ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ નવા કેસ નોંધાઇ રહ્યા છે. ગઇકાલે રાજકોટના ત્રંબા ગામમાં ૨૩ વર્ષનો યુવાન કોરોનાથી સંક્રિમત થયો છે. આથી એક્ટિવ કેસની સંખ્યા ૭ થઇ છે. જેમાં ૨ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ૫ દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા ૧૪૯૪૪ પર પહોંચી છે. રાજકોટ શહેરમાં બુધવારે એકસાથે ૫ પોઝિટિવ આવ્યા બાદ સતત બીજા દિવસે વધુ ૭ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી ૫ તો એક જ પરિવારના છે. આ તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જાેકે બે દિવસ પહેલા તેમના જ પરિવારના એક સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ આ તમામના સેમ્પલ લેવામાં આવતા પોઝિટિવ આવ્યા છે. હાલ બધાનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને દરેકમાં ૬૦થી વધુ લો રિસ્ક કોન્ટેક્ટ મળતા તંત્ર ઊંધા માથે થયું છે. બીજા બે કેસમાં ૩૨ વર્ષની યુવતી તેમજ ૬૫ વર્ષના વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે. યુવતીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની નીકળી છે જ્યારે વૃદ્ધની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નીકળી નથી.
જેનો ડર હતો એ જ થયું, વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઓમિક્રોનનું સંક્રમણ વધ્યું, અત્યાર સુધીમાં આટલા રાજ્યમાં પહોંચ્યો, સામે આવ્યા 115 કેસ
રાજકોટની એક જાણીતી સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. સ્કૂલમાં ધો.૫માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી આરોગ્ય વિભાગ પણ સ્કૂલ ખાતે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સ્કૂલ દ્વારા ૨૧ ડિસેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. સ્કૂલે વિદ્યાર્થીઓને ૨૧ ડિસેમ્બર સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવાનો ર્નિણય લીધો છે. આ ઉપરાંત અન્ય એક સ્કૂલમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ શહેરમાં આવેલી બે અન્ય સ્કૂલમાં એક-એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા છે. આમ રાજકોટની ૪ ખાનગી સ્કૂલોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં છેલ્લા બે દિવસથી ૭-૭ કેસ નોંધાયા છે. રોજ કેસની સંખ્યામાં વધારો થતો જતો હોવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આથી શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૨ પર પહોંચી છે. બે દિવસમાં જ ૧૪ કેસ નોંધાયા છે. તેમજ ગઇકાલે ૩ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કુલ કેસની સંખ્યા ૪૨૯૧૭ પર પહોંચી છે. બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ સતાવી રહ્યો છે.