Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સહાયના ફોર્મ માટે લોકોને હાલાકી ના પડે તે માટે અમદાવાદના બાપુનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરે હેલ્પ ડેસ્ક ઉભુ કરાવ્યું

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો   

Join Our WhatsApp Channel

મુંબઈ, 27 નવેમ્બર  2021         

શનિવાર. 

સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે ત્યારે વિસ્તાર ના લોકો ને અગવડ ના પડે અને ઝડપથી ફોર્મ જમા થઈ જાય તેના માટે બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે પોતાના જ કાર્યાલય પર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. જેમાં બાપુનગર વોર્ડમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોની યાદી તૈયાર કરી તેમને આજે ફોર્મમાં સહાય માટે આપવાના થતા તમામ ડોક્યુમેન્ટ સાથે બોલાવ્યા છે.

લોકોને મામલતદાર ઓફિસમાં લાઈનમાં ઉભા રહેવાનું અને ધક્કા ખાવા ન પડે તેના માટે અમે જ ફોર્મ લઈ મામલતદારને આપીશું. બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે દ્વારા લોકોને તકલીફ ન પડે તેવી સુવિધાઓ ઉભી કરી છે. ત્યારે ભાજપના અન્ય કોર્પોરેટરો પણ આવી રીતે સાચા જન પ્રતિનિધિ બની પોતાના વોર્ડમાં જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારોની સંપર્ક કરી આવી રીતે હેલ્પ ડેસ્ક ઉભા કરવા જોઈએ.

 

'લાયકાત વિનાનાને ભરતીમાં ઘૂસવા નહીં દઉં, મારો વાયદો છે, ઉમેદવારોના માર્ગદર્શન માટે 4 શો આવશે': ગૃહમંત્રી હર્ષ સંઘવી

 

કાર્યાલય પર ફોર્મ માટે ડોક્યુમેન્ટ જમા કરાવી ચેક કરી નોટરી કરાવવામાં આવશે અને આ ફોર્મ ત્યાં જ જમા લઈ મામલતદાર ખુદ ફોર્મ ત્યાંથી લઇ જશે. લોકોને મામલતદાર ઓફિસમાં ધક્કા ન ખાવા પડે તે માટે કોર્પોરેટરે પોતાના ત્યાં જ સુવિધા ઉભી કરી દીધી છે. પ્રકાશ ગુર્જરે  જણાવ્યું હતું કે કોરોનાની સહાય લોકોનો ઝડપથી મળેઅને ધક્કા ખાવા ન પડે તેના માટે બાપુનગર કાર્યાલય ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. બાપુનગર વોર્ડમાં કોરોનાથી 160 લોકોના મોત થયા હતા જેની યાદી અમારી પાસે હતી. આ તમામ લોકોને કોરોનામાં સહાય માટેના ફોર્મ જમા કરાવવા માટે અમે ડોક્યુમેન્ટની માહિતી વોટ્સએપ કરી આપી હતી. તમામ ડોક્યુમેન્ટ સાથે આ વારસદારોને બોલાવ્યા છે. એક ટેબલ પર અમે ડોક્યુમેન્ટ ચેક કરીશું. બીજા ટેબલ પર સ્ટેમ્પ સાથે નોટરી કરી આપવામાં આવશે. જેના માટે વકીલ પણ રાખ્યા છે. ત્યાં જ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ લઈ લેવામાં આવશે. બપોર સુધીમાં જેટલા ફોર્મ જમા થશે તે મામલતદારને આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને ઝડપથી સહાય મળે તે અમારો પ્રયાસ છે.

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version