Site icon

કોરોનાની ચોથી લહેરને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા થોડા દિવસથી covid-19 કેસમાં હળવો વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ મુંબઈમાં 30ની આસપાસ પહોંચી ગયેલા કોરોનાના દદી(Covid patients)ર્ની સંખ્યા ફરી 100ની ઉપર નોંધાવા માંડી છે. તેથી જૂન-જુલાઈમાં કોરોનાની ચોથી લહેર(corona fourth wave)ની નિષ્ણાતોની ચેતવણી ખરી સાબિત થવાની શક્યતા વચ્ચે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન(Maharashtra health minister )રાજેશ ટોપે(Rajesh Tope)એ પણ કોરોનાની ચોથી લહેરની શક્યતા વ્યક્ત કરી છે. જો કે ચોથી લહેર દરમિયાન રસીકરણ(vaccination) તારણહાર બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

Join Our WhatsApp Community

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ફરી એકવાર ચોથી લહેરથી બચવા માટે રસીકરણની અપીલ કરી છે અને કહ્યું છે કે રસીકરણની સંખ્યા વધારવી એ મહારાષ્ટ્ર સામેનું એક મહત્વપૂર્ણ કાર્ય છે. રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે જે લોકો રસીકરણ માં સહકાર ન આપતા હોય તેમના સુધી પહોંચવાના સઘન પ્રયાસો કરવામાં આવશે. રસી માટે હજી પણ લોકો તૈયાર થતા નથી. રસીકરણ માટે હજી પણ લોકો નકારાત્મક વૃતિ ધરાવે છે, એવા લોકો સુધી પહોંચવાની ગરજ છે. ખાસ કરીને 18થી 60 વર્ષના લોકો હજી પણ વેક્સિનની દૂર ભાગી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાંથી રાતો રાતો શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના પોસ્ટર કેમ ગાયબ થઈ ગયા? જાણો વિગતે.

રાજ્યમાં હાલમાં માસ્ક ફરજિયાત નથી, છતાં સરકારે માસ્કનો ઉપયોગ કરવાની લોકો અપીલ કરી છે. ત્યારે ભવિષ્યમાં, જો  હકારાત્મક આંકડા રહેશે અને કોરોના ચેપ ઘટેલો જ રહેશે તો માસ્ક અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે એવું પણ રાજેશ ટોપેએ કહ્યું હતું.
 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version