મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ બાદ હવે ઓડિશામાં પણ કોરોના વેક્સીનની અછત સર્જાઈ છે.
ઓડિશામાં વૅક્સિનની કમીના કારણે 1400માંથી 700 વૅક્સિનેશન સેન્ટર્સ બંધ કરવા પડ્યા છે.
ઉલેખનીય છે કે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ આ મામલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, પ્રતિદિન અઢી લાખ ડૉઝ આપવામાં આવી રહ્યો છે. એટલે કે, બે દિવસમાં સ્ટૉક ખતમ થઈ જશે.
