Site icon News Continuous Bureau | Mumbai

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત- આ વિરોધી પાર્ટીએ અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે કર્યું સમર્થન- જુઓ ફોટોગ્રાફ

News Continuous Bureau | Mumbai

શિવસેના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray), જેઓ તેમના પિતા બાલ ઠાકરે(Bal Thackeray) દ્વારા સ્થાપિત પાર્ટીને કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, દરમિયાન તેમને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી(Tushar Gandhi)નો ટેકો મળ્યો છે.

Join Our WhatsApp Channel

 

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ 'નફરત છોડો, સંવિધાન બચાવો' અભિયાનના નેતાઓ તુષાર ગાંધી(Tushar Gandhi) અને ફિરોઝ મીઠબોરવાલા મુંબઈ(Mumbai)માં બાંદ્રામાં ઉદ્ધવ ઠાકરેને તેમના ખાનગી નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે મળ્યા હતા. તુષાર ગાંધીએ એક નિવેદનમાં કહ્યું કે લોકશાહી અને આપણા દેશને બચાવવાનો અમારો સામૂહિક પ્રયાસ ચાલી રહ્યો છે. અમે શિવસેનાને પણ અપીલ કરી છે કે અભિયાનમાં ભાગ લે.

 આ સમાચાર પણ વાંચો : શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે- અપડેટ કરવું પડશે-UIDAIએ જારી કરી નોટિસ- જાણો કેવી રીતે કરશો

દરમિયાન સીપીઆઈના નેતાઓ પ્રકાશ રેડ્ડી, મિલિંદ રાનડે અને અન્ય લોકોએ પણ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને 3 નવેમ્બરે યોજાનારી અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શિવસેનાના ઠાકરે જૂથને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઠાકરે જૂથને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. ઠાકરે કોંગ્રેસ અને એનસીપીના સમર્થન સાથે મહા વિકાસ અઘાડી સરકાર(MVA Govt)નું નેતૃત્વ કરી રહ્યા હતા, જે વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde)ની આગેવાની હેઠળ શિવસેનાના ધારાસભ્યો(MLAs)ના બળવાને પગલે જૂનમાં પડી ભાંગી હતી. આવી સ્થિતિમાં સીપીઆઈ દ્વારા આપવામાં આવેલ સમર્થન મહત્વનું છે કારણ કે તે ઘણા વર્ષોથી શિવસેનાની રાજકીય દુશ્મન હતી.

 

Union Environment Minister Kutch GIB Visit લુપ્ત થતા ઘોરાડને બચાવવા કચ્છમાં ઐતિહાસિક પહેલ! કેન્દ્રીય મંત્રીના હસ્તે ‘સોફ્ટ રિલીઝ સેન્ટર’ અને ‘સાયરા વન કવચ’ દેશને સમર્પિત
Devendra Fadnavis On Marathi Hindi મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું માતૃભાષા સર્વોપરી છે, પણ રાષ્ટ્રભાષા સાથે કોઈ સંઘર્ષ નથી
Disha Salian Case CBI FIR દિશા સાલિયાન કેસમાં CBIની મોટી કાર્યવાહી! નોંધાઈ FIR, ઉદ્ધવઆદિત્ય ઠાકરે અને આ બોલિવૂડ કલાકારોના નામ સામેલ
Rajasthan Political Twist રાજસ્થાનના રાજકારણમાં મોટો ભૂકંપ! વસુંધરાના ગઢમાં કમળ કરમાયું, કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ભાજપને આપ્યો જોરદાર આંચકો
Exit mobile version