Craftroots exhibition: ‘ક્રાફ્ટરુટ એક્ઝિબિશન’: કલા કારીગીરીનું પ્રદર્શન અને વેચાણ મેળો

Craftroots exhibition:કલા અને પર્યાવરણના સુયોગ્ય ‘તાણા-વાણા’ થકી ભુજના ૪૫ વર્ષીય રાજીબેન વણકર પ્લાસ્ટિક થેલીઓના વેસ્ટમાંથી બનાવે છે ફેન્સી બેગ્સ. ’પર્યાવરણની જાળવણીની સાથે રોજગારી અને પેઢીગત ચાલતા વ્યાપારનો સુસંગમ સાધી વણાટની કલાને નવી ઓળખ આપવા માટે કરી પહેલ: રાજીબેન વણકર’. ૩ બહેનોથી શરૂ થયેલી હસ્તકળામાં આજે ૧૫૦ જેટલી મહિલાઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની’

Craftroot Exhibition': Exhibition and sale of handicrafts

News Continuous Bureau | Mumbai 

Craftroots exhibition: કલા અને સંસ્કૃતિ ( Arts and Culture ) માટે વિશ્વ વિખ્યાત ભારતમાં ( India ) વસતા વિવિધ પ્રદેશ અને જાતિના લોકો પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેનો આધાર ત્યાંની કલા, બોલી, ખાનપાન, વેશભૂષા અને વ્યાપાર છે. આવા અનેક પ્રાંતોની હસ્તકલાના પ્રદર્શન ( Handicraft Exhibition ) અને વેચાણ માટે સિટી લાઇટ ( City Light ) સ્થિત સાયન્સ સેન્ટર ( Science Center ) ખાતે પાંચ દિવસીય ક્રાફ્ટરુટ પ્રદર્શનને શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

દેશભરના વિવિધ રાજયોમાંથી આવેલા કલાકારીગરો ( Artists ) વચ્ચે કચ્છ જિલ્લાનાં  ભુજથી આવેલા ૪૫ વર્ષીય રાજીબેન વણકર રિસાયકલ્ડ પ્લાસ્ટિકમાંથી ( recycled plastic ) બનાવેલી  ફેન્સી બેગ્સ ( Fancy bags ) થકી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોતાની અનોખી કલા વિષે રાજીબેન જણાવે છે કે, વણાટ અમારો પેઢીગત વ્યવસાય છે. જેમાં અમે સાડીનું વણાટકામ કરતા હતા. પરંતુ ૧૫ વર્ષ પહેલા એક વિદેશી મહિલાની પ્રેરણાથી  અમે ૩ બહેનોએ મળી પ્લાસ્ટિકની થેલીમાંથી ટેબલ મેટ બનાવી હતી. જેને લોકોનો સારો પ્રતિસાદ મળતા આ કામ આગળ વધાર્યું. 

તેમણે જણાવ્યુ કે, પર્યાવરણની જાળવણીની સાથે રોજગારી અને   પેઢીગત ચાલતા વ્યાપારનો સુસંગમ સાધી અમે વણાટની કલાને નવી ઓળખ આપવા માટે આ પહેલ કરી. તેમણે કહ્યું કે, ગામ અને શાળામાં એકઠી થયેલી પ્લાસ્ટિકની થેલીઓને સ્વચ્છ કર્યા બાદ તેને નાયલોનના તાણા સાથે વણી વિવિંગ કરીએ છીએ. જેમાં વિવિધ કલરની થેલીઓ દ્વારા તેને કલરફૂલ પણ બનાવાય છે.    

Craftroot Exhibition': Exhibition and sale of handicrafts

Craftroot Exhibition’: Exhibition and sale of handicrafts

 

અમે ૩ બહેનોથી શરૂ કરેલી સફરમાં આજે ૧૫૦ બહેનો રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે. રાજીબેને કહ્યું કે, અમે થેલી એકઠી કરનાર બહેનોને ૧ કિલોના રૂ. ૩૦ અને થેલી ધોઈને કાપી આપનારને રૂ.૧૫૦ ચૂકવીએ છીએ. જેથી વધુમાં વધુ બહેનો અમારી સાથે જોડાઈ અને સ્વચ્છતાની સાથે પર્યાવરણની જાળવણી માટે પણ જાગૃત બને છે.     

આ સમાચાર પણ વાંચો :  Neeraj Chopra : ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પહેલા જીત્યો ગોલ્ડ, પછી રાખ્યુ તિરંગાનું માન, ઝંડાને બચાવવા કર્યું આ કામ. જુઓ વિડીયો..

વિવિંગ દ્વારા તૈયાર થયેલા મટિરિયલમાંથી તેઓ હેન્ડબેગ્સ, ઑફિસબેગ્સ, રનર, ચશ્મા અને પાસપોર્ટના પાઉચ, ટિફિન બેગ તેમજ ટેબલ મેટ જેવી રૂ. ૧૫૦ થી ૩૦૦૦ સુધીની બનાવટો તૈયાર કરી વેચાણ કરે છે. જે રંગબેરંગી, ટકાઉ અને વૉશેબલ હોય છે. જેમાંથી તેઓ મહિને ૩ થી ૬ હજાર જેટલી કમાણી કરી પર્યાવરણના રક્ષણનું ઉત્તમ કાર્ય કરી રહી છે.  

આધુનિક સમય સાથે તાલ મિલાવવા રાજીબેન પ્રદર્શનની સાથે ઓનલાઈન વેચાણ પણ કરે છે અને દેશ વિદેશથી નવા ઓર્ડર પણ લે છે. આમ તેઓ પરંપરા અને આધુનિકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version