Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો જ્યાં અમિત શાહે રોડ શો કર્યો હતો ત્યાંથી 41 ક્રૂડ બૉમ્બ મળ્યા જાણો વિગત…

 ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ .3 એપ્રિલ 2021 .
શનિવાર . 
       પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ત્રીજા તબક્કાના મતદાન પહેલા પોલીસને 41 ક્રુડ બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ દક્ષિણ 24 પરગણાના બરૂઈપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા.તે જ વિસ્તારમાં શુક્રવારે ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ રોડ શો કર્યો હતો.


       શુક્રવારે પોલીસને બરુઈપુર વિસ્તારમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી અને સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બરુઈપુર ભંગોર વિધાનસભા વિસ્તારમાં આવેલું છે અને તે પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર છે.  પોલીસને ઝાડીઓમાંથી આ બોમ્બ મળી આવ્યા હતા અને તે અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.
        ઉલ્લેખનીય છે કે ,પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં અનેક વખત ચૂંટણી દરમિયાન બોમ્બ મળી આવ્યા હતા.બંગાળમાં પહેલા તબક્કાના મતદાન વખતે પણ  પોલીસને નરેન્દ્રપુર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી 56 બોમ્બ મળ્યા હતા.

Join Our WhatsApp Channel
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Exit mobile version