Site icon News Continuous Bureau | Mumbai

કેક પર તિરંગો કાપવો હવે ગુનો નથી. મદ્રાસ હાઈકોર્ટનો ચોંકાવનારો નિકાલ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 માર્ચ 2021 

   2013માં કોઇમ્બતુર જિલ્લામાં ક્રિસમસ સેલિબ્રેશન માં એક કેક કાપીને ખાવામાં આવી. અને આ કેક એ વિવાદ ઊભો કર્યો.વાત કેમ છે કે છ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી એ કેક  ભારતના નકશા વાળી અને એની ઉપર તિરંગા સાથે અશોક ચક્ર નું ડેકોરેશન હતું. ત્યાં ઉપસ્થિત અઢી હજાર લોકોએ એક ખાધી પરંતુ ત્યાં હાજર રહેલા એક રાજકીય પક્ષના નેતાએ ત્યારબાદ ફરિયાદ નોંધાવી તેમના મતે તિરંગા ની કેક કાપી અને ખાવી એ રાષ્ટ્રીય પ્રતીક નું અપમાન છે. જોકે એ સમયે કાર્યક્રમમાં જિલ્લા અધિકારી અને પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા.

    આ ફરિયાદ અંગે મદ્રાસ હાઇકોર્ટે એક ચોંકાવનારો નિકાલ આવ્યો છે જેના અનુસાર દેશભક્તિ એ કોઇ એક વ્યક્તિના કૃત્ય પર આધાર રાખતી નથી. દેશભક્તિ તે વ્યક્તિની માનસિકતા અને તેના વિચારોમાં હોય છે. પોતાના આ નિર્ણય માટે મદ્રાસ હાઇકોર્ટે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે યોજાતા સમારંભનું ઉદાહરણ આપતાં કહ્યું કે જ્યાં સુધી કાર્યક્રમ ચાલુ હોય ત્યાં સુધી તિરંગો ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિના હાથમાં હોય છે અને કાર્યક્રમ પત્યા પછી જમીન પર .તો શું એ માટે  કાર્યક્રમમાં હાજર લોકો વિરુદ્ધ કેસ કરવાનો?તેથી આ કેકના બનાવમાં પણ કોઇ જ ગુનો સાબિત થતો નથી.

   જોકે મદ્રાસ હાઈકોર્ટનો નિકાલ થી વિવાદ ઉભો થઈ શકે છે,કારણ કે ભારત દેશ ને ન ચાહનારા લોકો આવું કૃત્ય કરે અને ભારતને અપમાનિત કરે તો તેના માટે જવાબદાર કોણ?

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version