News Continuous Bureau | Mumbai
Cyclone Michaung : આંધ્રપ્રદેશ (Andrapradesh) ના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત “માઈચોંગ” (Cyclone Michaung) ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન (Navjivan Express train) રદ (Cancel) કરવામાં આવી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે:-
• 4 અને 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે.
• 03 અને 4 ડિસેમ્બર 2023 ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
ટ્રેનોના સમય અને સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Earthquake: મોડી રાત્રે ભૂકંપના આંચકાએ આ દેશને હચમચાવી દીધો, સુનામીના ભયથી એલર્ટ જારી..
