ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની ચૂંટણીમાં શિવસેનાને દમદાર દમ દેખાડ્યો છે.
આ ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 47 હજારથી વધુ મતોથી વિજેતા બન્યા છે.
ભાજપના ઉમેદવાર બીજા ક્રમે આવ્યા છે. તો કોંગ્રેસની ડિપોઝીટ જ જપ્ત થઈ ગઈ છે.
આ હાર પછી કોંગ્રેસે તો મંથન કરવું જ પડશે. સાથે સાથે ભાજપને પણ બેઠક જવાનો રંજ રહેશે.
ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીમાં અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ લોકસભાબેઠક ખાલી પડી હતી.
દાદરા નગર હવેલી સહિત 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામે આજે જાહેર થયું છે.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પદ પરથી છેક જેલ સુધીની અનિલ દેશમુખની સફર, જાણો અત્યાર સુધીનો સમગ્ર ઘટના ક્રમ