Site icon News Continuous Bureau | Mumbai

 DCM Ajit Pawar : શપથ ગ્રહણના બીજા દિવસે અજિત પવારને મળી મોટી રાહત, કોર્ટે અધધ 1000 કરોડની જપ્ત સંપત્તિ મુક્ત; જાણો શું સમગ્ર મામલો.. 

 DCM Ajit Pawar : એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી અજિત પવારની સંપત્તિ દિલ્હીમાં કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવી છે. દિલ્હી ટ્રિબ્યુનલ કોર્ટે આ અંગે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટના આ નિર્ણયથી અજિત પવારને મોટી રાહત મળી છે. રસપ્રદ વાત એ છે કે કોર્ટે અજિત પવારના પુત્ર પાર્થ પવાર અને તેમની પત્ની સુનેત્રા પવારની જપ્ત કરેલી સંપત્તિને પણ મુક્ત કરી દીધી છે.  

 

DCM Ajit Pawar :રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિ  મુક્ત કરવામાં આવી છે. દિલ્હી ટ્રિબ્યુનલ કોર્ટે આ મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પાર્થ પવાર અને સુનેત્રા પવારની જપ્ત કરેલી સંપત્તિને પણ મુક્ત કરી દીધી છે. સ્પાર્કલિંગ સોઇલ, ગુરુ કોમોડિટીઝ, ફાયર પાવર એગ્રી ફાર્મ અને નિબોધ ટ્રેડિંગ કંપનીને લગતી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

DCM Ajit Pawar :શપથ ગ્રહણના બીજા દિવસે અજિત પવારને કોર્ટમાંથી રાહત મળી

રસપ્રદ વાત એ છે કે, અજિત પવારે 5 ડિસેમ્બરે છઠ્ઠી વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી બીજા દિવસે અજિત પવારને કોર્ટમાંથી રાહત મળી છે. થોડા મહિના પહેલા આવકવેરા વિભાગે અજિત પવાર, સુનેત્રા પવાર અને પાર્થ પવારની કંપનીઓની કેટલીક સંપત્તિઓ સામે કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગે સંબંધિત સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સામે પવારના પરિવારે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

DCM Ajit Pawar :પૂરતા પુરાવાના અભાવે સંપત્તિ મુક્ત

દિલ્હી ટ્રિબ્યુનલ કોર્ટે અજિત પવારની સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપ્યો અજિત પવાર પર 2021માં બેનામી સંપત્તિ લેવાનો આરોપ હતો. આ મુજબ આવકવેરા વિભાગે અજિત પવાર, પાર્થ પવાર અને સુનીતા પવારની સંપત્તિ જપ્ત કરી લીધી હતી, પરંતુ પૂરતા પુરાવાના અભાવે તેમણે જાહેરાત કરી હતી કે દિલ્હીની આખી સંપત્તિ મુક્ત કરી દેવામાં આવી છે.

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version