Site icon

કોરોનાના કારણે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનું અવસાન; કૉન્ગ્રેસને પડી મોટી ખોટ, વડા પ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હવે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પણ કોરોનાને લીધે અવસાન થયું છે. તે ૧૯૮૦થી ૧૯૮૧ દરમિયાન રાજસ્થાનના મુખ્ય પ્રધાનપદ પર રહ્યા હતા. જગન્નાથ પહાડિયાના નિધનથી કૉન્ગ્રેસને મોટી ખોટ પડી છે. રાજ્ય સરકારે તેમના નિધન પર એક દિવસના શોકની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને વડા પ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

અશોક ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું હતું કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પહાડિયાના નિધનની ખબર દુ:ખદ છે. તેમણે મુખ્ય પ્રધાન, રાજ્યપાલ અને કેન્દ્રીય પ્રધાન તરીકે લાંબા સમય સુધી દેશની સેવા કરી હતી. તેઓ દેશના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા.

વડા પ્રધાન મોદીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની લાંબી રાજકીય અને વહીવટી કારકિર્દીને યાદ કરતાં ટ્વિટર પર લખ્યું હતું કે રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન જગન્નાથ પહાડિયાજીના નિધનથી દુ:ખી છું. તેમની લાંબી રાજકીય અને વહીવટી કારકીર્દિમાં, તેમણે સામાજિક સશક્તીકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૮૯ વર્ષના જગન્નાથ પહાડિયા કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા હતા. પહાડિયા રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્ય પ્રધાન હતા, ત્યાર બાદ તેમણે બિહાર અને હરિયાણાના રાજ્યપાલ તરીકે પણ કમાન સંભાળી હતી. તેમણે જ રાજસ્થાનમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી હતી.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version