Site icon

કુદરત રૂઠી- આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત- તસવીરોમાં જુઓ આફતની ભયાનકતા

News Continuous Bureau| Mumbai.

આસામ(Assam)માં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ(heavy Rain) વરસી રહ્યો છે. જેને લીધે મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં પૂરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે જે બાદ કુલ મૃતકોની સંખ્યા 54 થઈ ગઈ છે. પૂર(flood)માં 28 જિલ્લા(district)ઓમાં 18.94 લાખ લોકો પૂરની સ્થિતિથી પ્રભાવિત(affected) થયા છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં, 1,08,104 પૂર પ્રભાવિત લોકો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત 373 રાહત શિબિરો(Relief camps)માં રહે છે. જેમાંથી એકલા બજલી જિલ્લામાં 3.55 લાખ, દારંગ જિલ્લા(Darang district)માં 2.90 લાખ, ગોલપારા(Golpara)માં 1.84 લાખ, બરપેટા(Barpeta)માં 1.69 લાખ, નલબારીમાં 1.23 લાખ, કામરૂપમાં 1.19 લાખ અને હોજાઈ જિલ્લામાં 1.05 લાખ લોકોને અસર થઈ છે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ(heavy rain)ને કારણે બેકી, માનસ, પાગલડિયા, પુથિમરી, જિયા ભરાલી, કોપિલી ખાતે બ્રહ્મપુત્રા નદી(river level)નુ જળસ્તર ખતરાના નિશાન(danger level)થી ઉપર વહી રહ્યું છે. તો વળી પૂરના પાણીથી પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 43338.39 હેક્ટર પાકની જમીન ડૂબી ગઈ છે. 

દરમિયાન હવામાન વિભાગે(IMD) આગામી 24 કલાકમાં ભારે વરસાદ(Heavy rain)ની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શનિવારના ઓરેન્જ એલર્ટ(orange alert) જાહેર કર્યું છે.  

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version