Site icon

મધ્યપ્રદેશમાં ગજબનો ગોટાળો, મનરેગા હેઠળ દીપિકા પાદુકોણ અને જૅક્લીન ફર્નાન્ડીઝ પણ મજૂરી કરે છે, તેમ જ પૈસા મેળવે છે; જાણો વિગત

Senior citizens to have flight travel option for this MP govt pilgrimage scheme

વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર! મધ્ય પ્રદેશ સરકારે તીર્થયાત્રા માટે મફત હવાઈ મુસાફરીની કરી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

મધ્યપ્રદેશમાં ભાજપના શિવરાજસિંહની સરકારના રાજમાં સિનેમા જગતની જાણીતી અભિનેત્રીઓ પણ મનરેગા હેઠળ એક તળાવનું ખોદકામ કરે છે. ખારગોન જિલ્લાના ઝિરણિયા જિલ્લા પંચાયતના પીપરખેડ ગામે દીપિકા પાદુકોણ સહિતની અન્ય અભિનેત્રીઓના ફોટાવાળી બનાવટી જૉબકાર્ડ બનાવીને લૉકડાઉન દરમિયાન વિવિધ બાંધકામનું વેતન લેવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ બનાલે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે જૂન-જુલાઈમાં ઝિરણિયા જનપદ પંચાયતના પીપરખેડ ગામે લૉકડાઉન દરમિયાન ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અન્ય અભિનેત્રીના ફોટોગ્રાફ્સવાળા 11 બનાવટી જૉબ કાર્ડ મળી આવ્યાં છે.”

લો બોલો! મહારાષ્ટ્રના આ જિલ્લામાં પત્નીપીડિત પુરુષોએ પીપળાની પૂજા કરી; સાત જન્મ સુધી આવી પત્ની ન મળે એ માટે કરી પ્રાર્થના

ઉલ્લેખનીય છે કે આ જૉબકાર્ડ જૂનાં છે. હવે મામલાની યોગ્ય તપાસ બાદ રિપૉર્ટમાં ખુલાસો થશે કે આખરે આ વિસંગતિ કઈ રીતે થઈ. ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણના ફોટોગ્રાફવાળા જૉબકાર્ડ પર સુનીલની પત્ની મોનુ શિવશંકરનું નામ છે અને એ તળાવ બાંધકામ અને અન્ય કામો માટે તેને ચુકવણી પણ કરવામાં આવી છે. ઑનલાઇન પૉર્ટલની તપાસમાં મળેલી માહિતી અંગે, મોનુએ એક મીડિયા હાઉસને કહ્યુ છે કે તેની પાસે 50 વીઘાથી વધુ જમીન છે અને એ ક્યારેય કામ પર ગઈ નથી.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version