Site icon

ઉત્તરાખંડમાં ભારે તબાહી! સતત પડી રહેલા વરસાદના કારણે દહેરાદૂન-હૃષીકેશ વચ્ચેનો આ પુલ થયો ધરાશાયી; જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
છેલ્લા 48 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે દેહરાદૂનમાં ભારે તબાહી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે દેહરાદૂન-હૃષીકેશ વચ્ચે આવેલો રાનીપોખરી બ્રિજ તૂટી ગયો છે. આ દુર્ઘટના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલા કેટલાંક વાહનો નદીમાં પડ્યાં હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી.  

પ્રાપ્ત જાણકારી અનુસાર આ દુર્ઘટનાને પગલે અત્યારે દેહરાદૂનથી હૃષીકેશનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વાહનોને દેહરાદૂનથી નેપાલી ફાર્મ તરફથી ડાયવર્ટ કરી હૃષીકેશ મોકલાઈ રહ્યા છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રાનીપોખરી બ્રિજ વચ્ચેથી તૂટતો દેખાઈ રહ્યો છે. આ બ્રિજ તૂટતાં જ ત્રણ વાહનો, જેમાં બે લોડર અને એક કાર નદીમાં ખાબકી હતી. 

Join Our WhatsApp Community

નવી મુંબઈની APMC બજારમાં હવે નવી બબાલ : બજારનો તમામ વ્યવહાર મરાઠીમાં કરવાની મરાઠી એકીકરણ સમિતિની વેપારીઓને ચીમકી, વેપારીઓ મૂંઝવણમાં; જાણો વિગત

ઇન્ડિયન મીટિરિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં નૈનિતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર, બાગેશ્વર અને પિથૌરાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેહરાદૂન, ટિહરી, પૌરી જિલ્લાઓના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version