ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
રાજધાની દિલ્હીમાં પહેલાં કોરોના અને હવે પ્રદુષણે દેશના બાળકોના ભાવિ પર ભારે અસર કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજયમાં વધતા પ્રદુષણને કારણે શાળા-કોલેજો બંધ કરવી પડી છે.
કેન્દ્રની સરકારી પેનલે આદેશ આપ્યો છે કે આગામી આદેશ સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે અને બુધવારથી એટલે આજથી જ ઓનલાઇન શિક્ષણ શરૂ થશે.
સાથે જ આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રક સિવાય, તમામ ટ્રકોનો પ્રવેશ 21 નવેમ્બર સુધી દિલ્હીમાં બંધ રહેશે.
આ ઉપરાંત પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વિના વાહનોને રસ્તા પર ચલાવવાનું બંધ કરવું જોઈએ.
નવેમ્બર સુધી ઈમારતોના નિર્માણ અન તોડફોડ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
જોકે રેલવે, મેટ્રો, એરપોર્ટ અને બસ સ્ટેશન સાથે જોડાયેલા નિર્માણાધિન કામને નવા પ્રતિબંધ લાગુ નહી થાય.