Site icon

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કરી મોટી ઘોષણા; હવે કોરોનાથી મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારને મળશે આ લાભ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કૉન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી છે. એ પ્રમાણે હવે જો કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે નિધન થશે તો તેના પરિવારને ૫૦,૦૦૦ હજાર રૂપિયા સહાયરૂપે આપવામાં આવશે. એ ઉપરાંત જો પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિનું મૃત્ય થશે તો પરિવારને સહાય માટે દર મહિને ૨,૫૦૦ રૂપિયાની મદદ પણ કરવામાં આવશે.

કેજરીવાલે આ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અમે કોઈ પ્રિયજનના જવાથી પરિવારને થયેલી ખોટ તો પૂરી નહિ કરી શકીએ, પરંતુ મદદ જરૂર કરી શકીએ છીએ.રાશનકાર્ડધારકો માટે ૧૦ કિલો ફ્રી રાશનની પણ જાહેરાત કરી હતી. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ મફત રાશન આપવામાં આવશે. ઉપરાંત કોવિડને કારણે જો બાળકનાં માતાપિતામાંથી એક જ હયાત હોય અથવા બંનેનું કોવિડને કારણે નિધન થાય તો દિલ્હી સરકાર પચીસ વર્ષની વય સુધી દર મહિને ૨,૫૦૦ રૂપિયા આપશે. તેમને શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ પુરુષનું મૃત્ય કરોનાને કારણેથાય, તો પત્નીને પેન્શન આપવામાં આવશે, જો પત્ની મરી જાય તો તે પતિને આપવામાં આવશે. જો અપરિણીત વ્યક્તિ મરી જાય તો પેન્શન તેનાં માતાપિતાને આપવામાં આવશે.

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version