દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી અશોકકુમાર વાલિયાનું 72 વર્ષની વયે નિધન થયું છે.
એકે વાલિયાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ ત્રણ દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા.
તેમણે શિલા દિક્ષિતની સરકારમાં રાજ્યમંત્રી તરીકે કામ કર્યું હતું અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ભૂમિ અને ભવન વિભાગની જવાબદારી સંભાળી હતી.
ઉલ્લેખનીય છે કે તેઓ સતત ચાર વાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
