ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
કોરોનાની ગતી ધીમી પડતાની સાથે જ દિલ્હીમાં લાદવામાં આવેલા નિયંત્રણો પણ હવે ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યાં છે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની આજની બેઠકમાં, શાળાઓ, કોલેજો, કોચિંગ સંસ્થાઓ અને જીમ ફરીથી ખોલવા માટે સંમતિ આપવામાં આવી છે.
જો કે હાલમાં દિલ્હીમાં રાત્રી કર્ફ્યુ હટાવવામાં આવશે નહીં. પરંતુ કર્ફ્યુનો સમય 10 વાગ્યાને બદલે 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
ઉલેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધતા પ્રતિબંધો લાગુ કરાયા હતા.
