ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
દેશની રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર દારુ પીનારાઓ પર મહેરબાન થઈ છે.
નવી એક્સાઈઝ પોલિસીમાં સરકારે હવે ડ્રાય ડે એટલે કે જે દિવસ દારુનુ વેચાણ ના થતું હોય તેવા દિવસોની સંખ્યા ઘટાડી દીધી છે.
કેજરીવાલ સરાકરના કહેવા પ્રમાણે હવે દારુની દુકાનો માત્ર 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને ગાંધી જયંતિના દિવસે બંધ રહેશે.
કેજરીવાલ સરકારના નિર્ણયની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી છે અને ભાજપ તેમજ કોંગ્રેસે કહ્યુ છે કે, દિલ્હીમાં દારુના વેચાણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 21 દિવસ એવા હતા જ્યારે દારુની દુકાનો બંધ રહેતી હતી.
અરે વાહ, અદમ્ય સાહસ દર્શાવવા બદલ આટલા વીરોને રિપબ્લિક ડે પર આ અવોર્ડથી કરાશે સન્માનિત, જાણો વિગતે