Site icon

કોરોનાના કેસ વધતા આ રાજ્યમાં હવે માસ્ક ફરજિયાત

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં(Delhi) ફરી એકવાર કોરોના સંક્રમણ(Corona infection) ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાના વેરિઅન્ટ(Corona Variants) ઓમિક્રોનનો(Omicron) નવો સબ-વેરિયન્ટ(New Sub-Variant) દિલ્હીમાં જોવા મળ્યો છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યામાં(Corona patients) ઝડપથી વધારો થવાનું એક કારણ પણ આ પ્રકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી દિલ્હી સરકારે(Delhi Govt) આજથી ફરી જાહેર સ્થળો(public places) પર માસ્ક (Covid19 masks) પહેરવાના નિયમને ફરજિયાત બનાવ્યો છે. તેમજ આ નિયમનો ઉલ્લંઘન કરનારને(Rules violation) ૫૦૦ રુપિયાના દંડની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે પ્રાઈવેટ ફોર વ્હીલર્સમાં પ્રવાસ કરતા લોકોને કારની અંદર માસ્ક પહેરવાનો નિયમ લાગશે નહીં. 

Join Our WhatsApp Community

મહત્વનું છે કે તાજેતરમાં રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોનાનો નવો વેરિયન્ટ(New Variant) દિલ્હીના લોકોને ઝડપથી પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ સબ વેરિઅન્ટની ઓળખ મ્છ-૨.૭૫ તરીકે કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, જીનોમ સિક્વન્સિંગ(Genome sequencing) માટે મોકલવામાં આવેલા ૯૦ નમૂનાઓની તપાસ દરમિયાન આ પ્રકારની ઓળખ કરવામાં આવી છે. દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના(Loknayak Jayaprakash Hospital) અભ્યાસમાં ખુલાસો થયો છે કે ઓમિક્રોનના(Omicron) આ પેટા વેરિઅન્ટનો(Peta variant) ચેપ દર વધારે છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રનો કોઈના ડેમ ઉભરાયો- તમામ દરવાજા ખોલવા પડ્યા- જુઓ વિડિયો

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે આ પ્રકાર એવા લોકોને પણ અસર કરે છે જેમના શરીરમાં પહેલાથી જ એન્ટિબોડીઝ(Antibodies) છે અથવા જેમણે કોરોનાની રસી(Corona vaccine) લીધી છે.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version