ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
પાટનગર દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને મોટી રાહત આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી સરકારે પેટ્રોલ પરના વેટમાં 10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
કેજરીવાલ સરકારના આ નિર્ણય બાદ દિલ્હીમાં હવે પેટ્રોલ લગભગ 8 રૂપિયા જેટલું સસ્તું મળશે.
રાજ્ય સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે.
અગાઉ જ્યાં પેટ્રોલ પર 30 ટકા વેટ લાગતો હતો તે હવે ઘટાડીને 19.40 ટકા કરવામાં આવ્યો છે.
પેટ્રોલના નવા રેટ્સ આજ રાતથી જ લાગૂ થઈ જશે.
ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી
