ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી તોફાનો મામલે અનેક મોટી રાજકીય હસ્તિઓને નોટિસ મોકલી છે.
આ નોટિસમાં સવાલ કરવામાં આવ્યો છે કે, આ કેસમાં પક્ષકાર તરીકે તેમના પર કેસ શા માટે ન ચલાવવામાં આવે.
સાથે જ દિલ્હી હાઈકોર્ટે 04 માર્ચ, 2022 સુધીમાં આ મામલે સૌનો જવાબ માગ્યો છે
કોર્ટે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી છે.
આ સિવાય હાઈકોર્ટે આવી જ નોટિસ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, બીજેપી નેતા કપિલ મિશ્રા, બીજેપી સાંસદ પરવેશ વર્માને પણ મોકલી છે.
ઉલેખનીય છે કે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં વર્ષ 2020માં 23 ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી દરમિયાન સીએએના વિરોધમાં તોફાનો થયા હતા