News Continuous Bureau | Mumbai
Delhi metro : આજકાલ દિલ્હી મેટ્રો પોતાની સર્વિસને લઈને નહીં પણ ઉટપટાંગ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. કોઈ મેટ્રોની અંદર ખુલેઆમ લિપલોક કરી રહ્યા છે, તો વળી અમુક મહિલાઓ ઝઘડતી દેખાય છે. હવે જે વીડિયો સામે આવ્યો છે, તેને જોઈને નેટિઝન્સ(Netizens)ને નવાઈ લાગી છે. જેમાં માસ્ક પહેરેલી એક યુવતી હેન્ડલ પકડવાનો પ્રયાસ કરે છે.
જુઓ વિડીયો
ટ્રેનમાં બેક ફ્લિપ કરી
આ વીડિયો જૂનો છે પરંતુ થોડા દિવસોથી સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિલ્હી મેટ્રો(Delhi Metro) ની અંદર એક યુવતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે છોકરી સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં તમે જોશો કે છોકરી હેન્ડલ પકડીને બેક ફ્લિપ (Back flip) કરી રહી છે. મેટ્રોની અંદર બેઠેલા મુસાફરો આ સ્ટંટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવે આજે આ સ્ટેશનોની વચ્ચે નાઈટ બ્લોકનું સંચાલન કરશે. કેટલીક ટ્રેનો થશે રદ્દ
લોકોની પ્રતિક્રિયા
વીડિયો (Viral video)પર લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું કે છોકરીએ ખૂબ જ સારો સ્ટંટ કર્યો છે પરંતુ સાર્વજનિક સ્થળે અને ખાસ કરીને સરકારી મિલકત સાથે આવું કરવું યોગ્ય નથી. એક યુઝરે લખ્યું કે મેં આ વીડિયો લાઈવ જોયો છે. એક યુઝરે લખ્યું કે છોકરીએ માસ્ક પહેર્યું છે, આ જ તેના આત્મવિશ્વાસની અસલી તાકાત છે. એક યુઝરે લખ્યું કે શું વાત છે કે ડાન્સ પછી સ્ટંટ જોવા મળ્યો છે. હવે શું થશે તેની રાહ જોવાશે.
DMRC નિયમોની સંપૂર્ણ અવગણના
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) તરફથી મુસાફરોને મેટ્રો કોચમાં વીડિયો ફિલ્માવવા કે ડાન્સ કરવાની મંજૂરી નથી. ડીએમઆરસી દ્વારા મુસાફરોને વારંવાર એલર્ટ કરવામાં આવે છે. જો કે, આ સૂચનાઓને અવગણવામાં આવી હોવાનું જણાય છે.
