Site icon News Continuous Bureau | Mumbai

Delhi metro : મેટ્રોમાં વર્કઆઉટ કરતી જોવા મળી મહિલા, સ્ટંટ જોઈને લોકો દંગ રહી ગયા, જુઓ વાયરલ વીડિયો..

Delhi metro : દિલ્હી મેટ્રો હવે ટ્રાવેલ સેન્ટર ઓછું અને વીડિયો બનાવવાનું વધુ કેન્દ્ર બની ગયું છે. તમે જોયું જ હશે કે આજકાલ કોઈ મેટ્રોની અંદર ડાન્સ કરવા લાગે છે તો ક્યારેક કોઈ અજીબ કામ કરે છે. જો કે હવે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે આ સામાન્ય બાબત બની ગઈ છે.

Delhi metro : video goes viral of a girl dancing people reacting on it

Delhi metro : video goes viral of a girl dancing people reacting on it

News Continuous Bureau | Mumbai
Delhi metro : આજકાલ દિલ્હી મેટ્રો પોતાની સર્વિસને લઈને નહીં પણ ઉટપટાંગ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. કોઈ મેટ્રોની અંદર ખુલેઆમ લિપલોક કરી રહ્યા છે, તો વળી અમુક મહિલાઓ ઝઘડતી દેખાય છે. હવે જે વીડિયો સામે આવ્યો છે, તેને જોઈને નેટિઝન્સ(Netizens)ને નવાઈ લાગી છે. જેમાં માસ્ક પહેરેલી એક યુવતી હેન્ડલ પકડવાનો પ્રયાસ કરે છે.

જુઓ વિડીયો

ટ્રેનમાં બેક ફ્લિપ કરી

આ વીડિયો જૂનો છે પરંતુ થોડા દિવસોથી સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિલ્હી મેટ્રો(Delhi Metro) ની અંદર એક યુવતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે છોકરી સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં તમે જોશો કે છોકરી હેન્ડલ પકડીને બેક ફ્લિપ (Back flip) કરી રહી છે. મેટ્રોની અંદર બેઠેલા મુસાફરો આ સ્ટંટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવે આજે આ સ્ટેશનોની વચ્ચે નાઈટ બ્લોકનું સંચાલન કરશે. કેટલીક ટ્રેનો થશે રદ્દ

લોકોની પ્રતિક્રિયા

વીડિયો (Viral video)પર લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું કે છોકરીએ ખૂબ જ સારો સ્ટંટ કર્યો છે પરંતુ સાર્વજનિક સ્થળે અને ખાસ કરીને સરકારી મિલકત સાથે આવું કરવું યોગ્ય નથી. એક યુઝરે લખ્યું કે મેં આ વીડિયો લાઈવ જોયો છે. એક યુઝરે લખ્યું કે છોકરીએ માસ્ક પહેર્યું છે, આ જ તેના આત્મવિશ્વાસની અસલી તાકાત છે. એક યુઝરે લખ્યું કે શું વાત છે કે ડાન્સ પછી સ્ટંટ જોવા મળ્યો છે. હવે શું થશે તેની રાહ જોવાશે.

DMRC નિયમોની સંપૂર્ણ અવગણના

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) તરફથી મુસાફરોને મેટ્રો કોચમાં વીડિયો ફિલ્માવવા કે ડાન્સ કરવાની મંજૂરી નથી. ડીએમઆરસી દ્વારા મુસાફરોને વારંવાર એલર્ટ કરવામાં આવે છે. જો કે, આ સૂચનાઓને અવગણવામાં આવી હોવાનું જણાય છે.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version