News Continuous Bureau | Mumbai
ભીમ આર્મીના(Bhim Army) વડા નવાબ સતપાલ તંવરને(Nawab Satpal Tanwar) ભાજપના(BJP) પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma) પર ઈનામ જાહેર કરવું ભારે પડ્યું છે
દિલ્હી પોલીસના(Delhi Police) સ્પેશિયલ સેલે(Special Cell) નવાબ સતપાલ તંવરની ગુરુગ્રામમાં(Gurugram) તેમના ઘરેથી ધરપકડ કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, તેના પર IPC કલમ 506, 509 અને 153A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તાજેતરમાં તંવરે જાહેરાત કરી હતી કે, જે કોઈ નુપુર શર્માની જીભ કાપી લાવશે તેને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારથી મુસ્લિમ સમુદાયના(Muslim community) લોકોમાં નુપુર શર્મા પ્રત્યે ભારે નારાજગી છે.
