Site icon News Continuous Bureau | Mumbai

આ મહિલા પોલિસ ખોવાયેલા ૭૬ બાળકો ને શોધી ચુકી છે. જાણો વિગત… કોણ છે આ મહિલા અને કઈ રીતે બાળકો ને શોધે છે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020
ઉત્તર દિલ્હીના સમીપુર બદલી પોલીસ સ્ટેશનમાં તૈનાત દિલ્હી પોલીસની મહિલા હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકાને આઉટ ઓફ ટર્ન બઢતી મળતા હવે તે સહાયક સબ-ઇન્સ્પેક્ટર બની ગયા છે. આઉટ-ઓફ-ટર્ન બઢતી મેળવનાર તે દિલ્હી પોલીસની પ્રથમ મહિલા પોલીસમેન છે. નવી પ્રોત્સાહન યોજના હેઠળ, સીમા ઢાકાએ ત્રણ મહિનામાં 76 ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા બદલ આ પ્રમોશન આપવામાં આવ્યું છે. 


સીમાએ કહ્યું કે આજે મારા યુનીફોર્મ પર સ્ટાર લાગવાથી ખૂબ જ ખુશ છું. ગુમ થયેલ બાળકોને તેમના માતાપિતા સાથે ફરીથી મેળવી આપી ખૂબ ખુશ છે. "હું ખુશ છું કે પોલીસ કમિશનરે મારા કામની પ્રશંસા કરી અને સારો બદલો આપ્યો. આ અન્યને પણ પ્રોત્સાહિત કરશે." 
નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે 5 ઓગસ્ટે પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલ બાળકોને શોધવાની કામગીરીને પ્રોત્સાહિત કરવા જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત, કોઈપણ હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલ 14 વર્ષથી ઓછી વયના ઓછામાં ઓછા 50 ગુમ થયેલા બાળકોને જો શોધી કાઢશે તો આઉટ-ટર્ન-પ્રમોશન આપવામાં આવશે. જો કે, આ 50 બાળકોમાંથી, 15 બાળકોની ઉંમર આઠ વર્ષથી ઓછી હોવી આવશ્યક છે.
સીમા ઢાકા દ્વારા પ્રાપ્ત કરાયેલા બાળકો દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયા હતા અને તેઓ બિહાર, બંગાળ અને દેશના અન્ય ભાગોથી મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓગસ્ટથી લઈને આજ સુધીમાં સમગ્ર દિલ્હીમાંથી 1440 બાળકો મળી આવ્યા છે. જેઓને પોતાના વાલીઓ પાસે ઘરે પહોંચાડવામાં આવ્યાં છે.

Join Our WhatsApp Channel
Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version