ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
દેશની રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેજરીવાલ સરકારે ફરી મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ વાયુ પ્રદૂષણને જોતાં આગામી આદેશ સુધી ફરીથી શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, પોલ્યુશનના સ્તરને જોતા તમામ સ્કૂલોને બંધ કરવાનુ નક્કી કરાયુ છે.
છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા.
