ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરીએન્ટે દહેશત ફેલાવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 66 દર્દીઓ ડેલ્ટા પ્લસ વેરીએન્ટથી સંક્રમિત થયા છે, જેમાંથી 5 દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં રત્નાગિરીમાં બે,જ્યારે મુંબઈ, રાયગઢ અને બીડમાં એક દર્દીનું મોત થયું છે.
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધારે કેસ ઉતર મહારાષ્ટ્રના જલગાંવમાં નોંધાયા છે, જ્યારે રત્નાગિરીમાં 12 કેસ અને મુંબઈમાં 11 કેસ સામે આવ્યા છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં જીનોમ સિકવન્સિંગની તપાસમાં આ વેરીએન્ટની પુષ્ટિ થઈ હતી.
નવાઈની વાત તો એ છે કે, મૃતકોમાં બે દર્દીઓએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા હતા, જ્યારે બે દર્દીઓએ વેક્સિન નો એક ડોઝ લીધો હતો.
ચોંકાવનારો રિપોર્ટ : વેક્સીન લગાવ્યા બાદ પણ દેશમાં આટલા લાખથી વધુ લોકો થયા કોરોનાગ્રસ્ત
