Site icon

હદ થઈ- રાજકીય આંધળા ભક્તોનું કારનામું- દેવેન્દ્ર ફડણવીસ બન્યા દેવેન્દ્ર ફર્નાન્ડીઝ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણ(politics)માં ઘણી અણધારી ઘટનાઓ બની ગઈ છે. શિવસેના (shivsena)સામે એકનાથ શિંદે(Eknath Shinde)ના બળવા બાદ તેમણે ચીફ મિનિસ્ટર(Chief minister) અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis Depurty Chief Minister)ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા બાદ હરખાયેલા તેમના સમર્થકોએ રાજ્યભરમાં તેમને શુભેચ્છા આપતા હોર્ડિગ્સ લગાડ્યા છે. જોકે મીરા ભાયંદર(MIra-Bhayandar)માં તેમના હરખઘેલા સમર્થકોએ હોર્ડિંગ્સ લગાડવા સમયે ફડણવીસના નામમાં ગજબનો  છબરડો વાળ્યો છે. 

Join Our WhatsApp Community

મીરા ભયંદરમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા આપતા બેનરો લાગ્યા છે, જોકે આ બેનરો પર તેમને શુભેચ્છા આપનારાએ તેમનું નામ ખોટું લખ્યું છે. શુભેચ્છા આપનારાએ બેનરમાં દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ દેવેન્દ્ર ફર્નાડીસ તરીકે કર્યો છે. સોશિયલ મીડિયામાં આ બેનરોનો મેસેજ ફરી વળતા બેનર લગાડનારો મજાકનો વિષય બની ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ- હવામાન વિભાગે આગામી 24 કલાક માટે જારી આ કર્યું એલર્ટ 

મળેલ માહિતી મુજબ મીરા રોડના શાંતિ નગર વિસ્તારમાં જૈન મંદિરના વિસ્તારમાં આ બેનરો લાગ્યા હતા. આ બેનરો પર દેવેન્દ્ર ફર્નાન્ડીઝ તરીકે લખવામાં આવેલું નામ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા હતા. આ બેનર લગાડનારી વ્યક્તિ વિક્રમ પ્રતાપ સિંહ નામની છે. બેનરો સ્થાપિત કર્યા હતા. આ બેનરોના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની ખૂબ મજા માણી રહ્યા છે.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version