ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
પંજાબ ચૂંટણી પહેલા જામીન પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને Z+ સિક્યોરિટી આપવામાં આવી છે.
હરિયાણા સરકારે ખાલિસ્તાનીઓથી જીવને ખતરો ગણાવીને તેમની સુરક્ષા આપી છે.
સરકારે સુરક્ષાનો આધાર એડીજીપીના રિપોર્ટને બનાવ્યો છે અને કહ્યું છે કે, ખાલિસ્તાન સમર્થક ડેરા પ્રમુખને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેમની સિક્યોરિટીમાં કડકાઈ વધારી છે.
રામ રહિમ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા 21 દિવસના ફરલો પર બહાર આવ્યા છે.
રામ રહિમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ સાથે બળાત્કારના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.
