Site icon

 દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, પક્ષ છોડનારાને કૌરવ ગણાવતા કહી આ વાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શનિવાર, 

દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર ચાલી રહી છે.

આ ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે કે, 2022ની આવનારી ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહી, આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. 

સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા, તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. 

અહીંયા તોફાન લાવવા માટે 25-30 વ્યક્તિની જ જરૂર છે. ખાલી આપણે 25 લોકો મન બનાવી લઇએ તો ભાજપનો સફાયો થઈ શકે છે. 

તેમણે કોંગ્રેસ નેતાઓની પાંડવો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓની સરખામણી કૌરવો સાથે કરતા કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના જૂઠની સાથે હતી. 

આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે, આપણી પાસે કશું જ નથી.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેર કરી નવી એડવાઈઝરી, આ કામ ન કરવાની આપી સલાહ; જાણો વિગતે
 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version