Site icon

યે દોસ્તી- હમ નહીં છોડેંગે- દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે નિભાવ્યો મિત્રધર્મ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Maharashtra Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP leader) નેતા અને વિપક્ષી નેતા(Opposition leader) અજિત પવારની (Ajit Pawar) દોસ્તી જગજાહેર છે.  મંગળવારે રાજ્યના પ્રધાનોને બંગલાની(Bungalows to state ministers) ફાળવણી કરવામાં આવી ત્યારે ફરી એક વખત ફડણવીસે પોતાનો મિત્રધર્મ નિભાવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.

Join Our WhatsApp Community

સામાન્ય રીતે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અથવા તો સૌથી સિનિયર પ્રધાનને ફાળવવામાં આવતો દેવગીરી બંગલો(Devagiri Bungalow) વિપક્ષી નેતા હોવા છતાં અજિત પવારને જ ફાળવવામાં આવ્યો છે.

અજિત પવાર લગભગ  ૧૬ વર્ષ દેવગીરી બંગલામાં રહ્યા  છે. પ્રધાનોને ખાતાની ફાળવણી બાદ ૧૦ દિવસે ૧૮ પ્રધાનોને બંગલાની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં ચંદ્રકાંત પાટીલને (Chandrakant Patil) લોહગઢ અને સુધીર મુનગંટીવારને(Sudhir Mungantiwar) પર્ણકુટી બંગલો ફાળવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારના બંગલાઓમાં વર્ષા પછી સૌથી ભવ્ય બંગલો દેવગીરી છે અને તેને સામાન્ય રીતે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર  અથવા તો સૌથી સિનિયર પ્રધાનને ફાળવવામાં આવે છે. અજિત પવાર ૧૯૯૯થી ૨૦૧૪ સુધી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર  તરીકે આ જ બંગલામાં રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી- ઇડીએ દાખલ કર્યો આ કેસ- ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ 

૨૦૧૯માં મહાવિકાસ આઘાડીની સરકાર (Mahavikas Aghadi Govt) આવ્યા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે તેમને ફરી આ બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ સત્તા પરિવર્તન બાદ તેમની પાસેથી આ બંગલો છીનવાઈ જવાની શક્યતા ઊભી થઈ હતી.

દેવેન્દ્ર ફડણવીસે સામેથી આ બંગલો અજિત પવાર પાસે જ રાખવામાં આવે એવી વિનંતી કરી હોવાથી ફરી તેમની દોસ્તીના દાખલા આપવામાં આવી રહ્યા છે. ૨૦૧૪માં ફડણવીસની સરકારમાં આ બંગલો સુધીર મુનગંટીવાર પાસે હતો.

 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version