ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
થોડા દિવસો માં બિહારમાં ચુંટણી ઓ આવી રહી છે. બિહારની ચુંટણીઓ ની જવાબદારી ખાસ દેવેન્દ્ર ફડાણવીસને સોંપવામાં આવી છે. એવા સમયે દેવેન્દ્ર ફડણવીસે આજે ટ્વિઈટ કરી કહ્યું હતું કે તેમને કોરોના થયો છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આથી તેઓ સ્વયં હોમ ક્વોરન્ટીનમાં થઈ રહયાં છે. સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનું કોવિડ પરીક્ષણ કરાવવા વિનંતી કરી છે.
શનિવારે એક ટ્વિટમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, "લોકડાઉન થયા પછીથી હું દરરોજ 24×7 કામ કરું છું પરંતુ હવે લાગે છે કે ભગવાન ઇચ્છે છે, હું થોડા સમય માટે થોભુઅને થોડો સમય વિરામ લઉ. આમ છતાં હું ઘરેથી કામ પણ કરતો જ રહીશ.. ડોકટરોની સલાહ મુજબ દવા અને સારવાર ચાલુ છે અને દરેક જનને વિનંતી કરું છું કે તેઓ પોતાની કાળજી રાખે. "
