Site icon

ભાજપ-મહાવિકાસ આઘાડી વચ્ચે આરપારની લડાઈઃ સંજય રાઉતના લેટર બોમ્બ બાદ રાષ્ટ્રવાદી નવાબ મલિકે કર્યું આ કામ.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં  મહાવિકાસ આઘાડી  સરકારને ઉથલાવી પાડવા માટે 'ED' દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો  સંજય રાઉતે આરોપ લગાવ્યો છે,  સહકાર આપવાનો ઇનકાર કરવા બદલ ED દ્વારા મારા પરિવાર અને સંબંધીઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાને લગતો પત્ર સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મોકલ્યા બાદ રાજકીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે પણ ભાજપ પર પ્રહારો કર્યા છે. આ તમામ ષડયંત્ર પાછળ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોવાનો નવાબ મલિકે આરોપ કર્યો છે.

દેવેન્દ્ર ફડણવીસ ED નાઅધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે કોના પર અને કેવી રીતે કાર્યવાહી કરવી. નવાબ મલિકે દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસ મહાવિકાસ આઘાડી  ના નેતાઓ સામે ED દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના તમામ સ્ત્રોતો સંભાળી રહ્યા છે.

રાજ્યમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવી દેવા માંગે છે. તેઓ ત્રણમાંથી કોઈ એક પક્ષ તેમની સાથે જાય તેવી સ્થિતિ ઉભી કરવા માંગે છે. આ માટે ED સેનાના નેતાઓની પાછળ લગાવવામાં આવી રહી છે.. નવાબ મલિકે એમ પણ કહ્યું કે ભાજપની આ ખોટી માન્યતા છે કે તેઓ ડરથી સરકાર છોડી દેશે અને તેમની સાથે આવશે.

મેઘાલયમાં કોંગ્રેસને મોટો ઝટકો, આટલા ધારાસભ્યોએ પણ છોડ્યો કોંગ્રેસનો સાથ, આ બીજેપી સમર્થિત પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે

સત્તા પરિવર્તન બાદ ED અધિકારીઓએ જવાબ આપવો જ પડશે.ઇડી દ્વારા ડર ઉભો કરીને સત્તા આંચકી શકાતી નથી. આ મહારાષ્ટ્ર છે. નવાબ મલિકે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે તમે કેન્દ્રીય તંત્રનો ઉપયોગ કરીને સરકારને દબાવવાનો પ્રયત્ન કરો તેટલી મહારાષ્ટ્રની જનતા અમારી સાથે રહેશે કારણ કે પવારને નોટિસ આપ્યા પછી તમારી સાથે શું થયું તે રાજ્યએ જોયું છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version