આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સણસણતો જવાબ. કહ્યું દુકાનદારી બંધ થવાના ડરથી થઈ રહ્યો છે આ પ્રોજેક્ટનો વિરોધ..

Devendra Fadnavis Replied To Aditya Thackeray Allegation Of Bmc Road Scam Spb

આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સણસણતો જવાબ. કહ્યું દુકાનદારી બંધ થવાના ડરથી થઈ રહ્યો છે આ પ્રોજેક્ટનો વિરોધ..

News Continuous Bureau | Mumbai

થોડા દિવસો પહેલા શિવસેનાના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ ( Aditya Thackeray ) આરોપ લગાવ્યો હતો કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 400 કિલોમીટરના રસ્તાઓમાં 6 હજાર કરોડનું કૌભાંડ થયું છે. 400 કિમીના રસ્તાઓ કોણે પ્રસ્તાવિત કર્યા? અને પ્રશાસકે રૂ.6000 કરોડના કામને મંજૂરી આપવી તે કેટલું યોગ્ય છે? તેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા હતા. દરમિયાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) આદિત્ય ઠાકરેના આરોપનો ( Allegation  ) જવાબ આપ્યો છે. વડાપ્રધાન મોદીની મુલાકાત પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે આજે BKC ખાતે ( Bmc Road Scam Spb ) મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી.

Join Our WhatsApp Community

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપતા કહ્યું કે “યુવાસેનાના નેતા આદિત્ય ઠાકરે સિમેન્ટના રસ્તાનો વિરોધ કરી રહ્યા છે. જેમની આંખ સામે કૌભાંડ થયા હતા તે આવી વાત કરી રહ્યા છે, એનું દુ:ખ છે. કારણ કે જો કોંક્રીટના રોડ બનશે તો આગામી 40 વર્ષ સુધી નવા રસ્તા બનાવવાનું કામ નહીં થાય. આથી તેમની દુકાનદારી બંધ થઈ જશે. તેમની દુકાનદારી બંધ કરવા માટે જ અમે કૉન્ક્રીટના રસ્તા બનાવી રહ્યા છીએ. આથી જ તેઓ બૂમાબૂમ કરી રહ્યા છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના રસ્તાની તપાસ કરવામાં આવી હતી. એ સમયે 200 રસ્તાઓનું લઘુત્તમ સ્તર ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું. જેમણે રસ્તાના કામમાં ગોટાળા કર્યા હતા તેઓ આજે અમારી સામે આંગળી ચીંધી રહ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ ભ્રષ્ટાચારને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે.’

“… તે અધિકાર વિપક્ષનો નથી”

મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન કરવામાં આવેલા કામોનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે આ અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે “આ એવા લોકો છે જેઓ ઊંઘમાં વાતો કરે છે. મેટ્રોનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, તેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. એસટીપીની વાત કરીએ, તો હું પોતે જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લાવ્યો હતો. જોકે, ટકાવારી નક્કી ન હોવાથી આ લોકોએ વર્ક ઓર્ડર કાઢ્યો ન હતો. અમારી સરકાર ફરી આવ્યા પછી અમે તેમનો વર્ક ઓર્ડર કાઢયો. તેથી, વિપક્ષને એવું કહેવાનો કોઈ અધિકાર નથી કે આ કામો અમારા સમયમાં થયા હતા.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ બાદ હવે વસઈમાં જોશીમઠ જેવા હાલ, સેંકડો લોકોના ઘરોમાં પડી તિરાડો.. સ્થાનિકોએ કર્યો આ આક્ષેપ..

દરમિયાન, શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું તૈલ ચિત્ર 23 જાન્યુઆરીએ તેમની જન્મજયંતિએ વિધાનસભામાં સ્થાપિત કરવામાં આવશે. જોકે, આ ઉદ્ઘાટન કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ ન હોવાથી સરકાર બદલાની રાજનીતિ રમી રહી હોવાનો ઠાકરે જૂથ આક્ષેપ કરી રહ્યું છે. આ સંદર્ભમાં બોલતા, તેમણે કહ્યું કે આ કાર્યક્રમનું આયોજન વિધાનભવન દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કોને આમંત્રણ અપાયું છે અને કોને નહીં એની મને ખબર નથી.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
Exit mobile version