Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના આ નેતા અને પ્રધાનની બીજી પત્નીની પોલીસે કરી આ કારણથી ધરપકડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બીજી પત્ની રાખવાની કબૂલાત કરી વિવાદાસ્પદ બની ગયેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના સામાજિક ન્યાયપ્રધાન ધનંજય મુંડેનાં બીજાં પત્ની કરુણા મુંડે ફરી વિવાદમાં આવી ગયાં છે. કરુણા મુંડેની કારમાંથી ગેરકાયદે રીતે પિસ્તોલ મળી આવવાના આરોપ હેઠળ પોલીસે તેમની ધરપકડ કરી છે. પરલીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એની સામે કરુણા મુંડેએ કોઈએ તેમની ગાડીમાં આ પિસ્તોલ મૂકીને તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ કર્યો છે. 

કરુણા મુંડે 5 સપ્ટેમ્બરના પરલીમાં ગયાં હતાં. કરુણા પરલીમાં જવાનાં હોવાથી તણાવ વધવાની શક્યતાને પગલે તકેદારીના પગલારૂપે પોલીસે બંદોબસ્ત વધાર્યો હોવાનું માનવામાં આવે છે. તેઓ પરલીના પ્રસિદ્ધ મંદિરમાં જઈ રહ્યાં હતાં ત્યારે ધનંજય મુંડેના સમર્થકો અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ તેમની ગાડી અટકાવી હતી. દરમિયાન ધક્કામુક્કી થતાં પોલીસે વધુ તણાવ ટાળવા માટે કરુણાની ગાડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ગાડીની ઝડતી લેવામાં આવતાં એમાંથી પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલનું લાઇસન્સ નહીં હોવાથી પોલીસે તેમની અટક કરી હતી.

હવે ગમે ત્યારે પકડાશે અનિલ દેશમુખ. કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો

કરુણાએ જોકે પિસ્તોલ તેની હોવાનો દાવો ફગાવી દીધો હતો અને મંદિરમાં થયેલી ધક્કામુક્કી દરમિયાન કોઈએ તેમની ગાડીમાં પિસ્તોલ મૂકી દીધી હોવાનો આરોપ કર્યો હતો. તેમને કોઈએ ફસાવવાના ઇરાદે આ કૃત્ય કર્યું હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version