ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
3 જુલાઈ 2020
થોડા દિવસોથી કોરોનાવાયરસ ને કારણે બદનામ થયેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાંથી હવે રાહતના સમાચાર આવી રહ્યા છે. ધરાવીને 70% કોરોના મુક્ત જાહેર કરાઈ છે. જેનાથી સ્થાનિક લોકો અને પ્રશાસન ને રાહત મળી છે. પરંતુ, કોરોના ગ્રસ્ત દર્દીઓ હજૂ પણ મળી આવવાની ઘટના ચાલુ જ છે. બી એમ સી ના રેકોર્ડ મુજબ કુલ 2282 માંથી 1618 દર્દીઓ સારવાર બાદ સારા થઈ ગયા છે.. શરૂઆતમાં રોજના 80 થી 90 કરોનાના દર્દીઓની સંખ્યા સામે આવતી હતી. તેનું પરિણામ છેલ્લા દોઢ મહિનામાં ઓછું થઈ ગયું છે. હવે રોજના 20 દર્દીઓ સામે આવી રહ્યા છે.
નોંધનીય છે કે બે દિવસ અગાઉ આખી ધારાવી માંથી માત્ર બે કોરોના પીડિત દર્દીઓ મળી આવ્યા હતા, ત્યારબાદ કુલ સંખ્યા 2282 થઈ છે અને ધારાવીમા અત્યાર સુધી કુલ 82 દર્દીઓના મોત નીપજ્યા છે. શરૂઆતમાં પ્રશાસન અને ડૉક્ટરોએ આશંકા જતાવી હતી કે જે રીતે ધારાવીમાં થી મોટી સંખ્યામાં દર્દીઓ સામે આવી રહ્યા છે તે જોતા બિમાનોની સંખ્યા લાખોમાં પહોંચી શકે છે. પરંતુ વર્તમાનમાં ધારાવિના 535 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આમ ધારાવીમાં બીએમસી, સામાજિક સંસ્થાઓ, રાજ્ય સરકાર અને સેવાભાવી ટ્રસ્ટો મળીને સંયુક્ત અભિયાન હાથ ધરી કોરોના ગ્રસ્ત લોકોની વધતી સંખ્યાને કાબૂ કરવામાં સફળતા મેળવી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
