Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર: ધારાવી 70 ટકા કોરોના મુક્ત, અસરગ્રસ્તોની સંખ્યામાં મોટો ઘટાડો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

3 જુલાઈ 2020

 થોડા દિવસોથી કોરોનાવાયરસ ને કારણે બદનામ થયેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાંથી હવે રાહતના સમાચાર આવી રહ્યા છે.  ધરાવીને 70% કોરોના મુક્ત જાહેર કરાઈ છે. જેનાથી સ્થાનિક લોકો અને પ્રશાસન ને રાહત મળી છે. પરંતુ, કોરોના ગ્રસ્ત દર્દીઓ હજૂ પણ મળી આવવાની ઘટના ચાલુ જ છે.  બી એમ સી ના રેકોર્ડ મુજબ કુલ 2282 માંથી 1618 દર્દીઓ સારવાર બાદ સારા થઈ ગયા છે..  શરૂઆતમાં રોજના 80 થી 90 કરોનાના દર્દીઓની સંખ્યા સામે આવતી હતી. તેનું પરિણામ છેલ્લા દોઢ મહિનામાં ઓછું થઈ ગયું છે. હવે રોજના 20 દર્દીઓ સામે આવી રહ્યા છે.

નોંધનીય છે કે બે દિવસ અગાઉ આખી ધારાવી માંથી માત્ર બે કોરોના પીડિત દર્દીઓ મળી આવ્યા હતા, ત્યારબાદ કુલ સંખ્યા 2282 થઈ છે અને ધારાવીમા અત્યાર સુધી કુલ 82 દર્દીઓના મોત નીપજ્યા છે. શરૂઆતમાં પ્રશાસન અને ડૉક્ટરોએ આશંકા જતાવી હતી કે જે રીતે ધારાવીમાં થી મોટી સંખ્યામાં દર્દીઓ સામે આવી રહ્યા છે તે જોતા બિમાનોની સંખ્યા લાખોમાં પહોંચી શકે છે. પરંતુ વર્તમાનમાં ધારાવિના 535 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આમ ધારાવીમાં બીએમસી, સામાજિક સંસ્થાઓ, રાજ્ય સરકાર અને સેવાભાવી ટ્રસ્ટો મળીને સંયુક્ત અભિયાન હાથ ધરી કોરોના ગ્રસ્ત લોકોની વધતી સંખ્યાને કાબૂ કરવામાં સફળતા મેળવી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com         

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version