ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
આ વર્ષે કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. એવા સમયે ગણેશોત્સવ દરમિયાન કોઈપણ સગા, સંબંધીઓ, મિત્રો ને ઘરે દર્શન કરવાનું આમંત્રણ આપશો નહીં, એવું નિવેદન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કર્યું છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને લઇને ખાસ નિયમો જારી કરવામાં આવ્યા છે. જેને જોતા મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓ એ પણ આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવાનું ટાળ્યું છે. જ્યારે સોસાયટીના સભ્યો માટે પ્રશાસન દ્વારા કૃત્રિમ તળાવ બનાવાયા છે અને બે ફૂટથી વધુ લંબાઈની મૂર્તિઓ ન સ્થાપવાનું કહેવામાં આવ્યું છે. કોરોના જેવી મહામારી ફાટી નીકળવાને કારણે મંડપમાં પણ ભક્તોને માળા ફૂલ-પ્રસાદ જેવી વસ્તુઓ ન લાવવાની તાકીદ કરાઈ છે..
ગણપતિ એટલે મહારાષ્ટ્રમાં અને મુંબઈનો રાજ્યોત્સવ.. પરંતુ, આ વર્ષે કોરોનાના પ્રકોપને કારણે જેમના ઘરે ગણપતિ બેસાડવા હશે, તેવા નાગરિકો સ્વજનો મિત્રો અથવા સમાજના અન્ય સભ્યોને પોતાના ઘરે ગણપતિ દર્શનનું કોઈને નિમંત્રણ આપી શકશે નહીં. એકદમ સાદાઈથી ઉજવણી કરવી પડશે. દર વર્ષે તો અગિયાર દિવસના ગણેશની સ્થાપના કરવામાં આવે છે. જે અનંત ચતુર્થીના દિવસે દરિયાકિનારે કે નદીમાં સુધી ગાજતે વિસર્જન માટે લઈ જવામાં આવે છે. પરંતુ, આ વર્ષે એવા દ્રશ્યો નહીં જોવા મળે છે. આ ઉપરાંત જ્યાં ગણપતી સ્થાપના થઇ છે ત્યાં પણ 5 થી વધુ લોકો જમા થઈ શકશે નહીં. માસ્ક પહેરવું ફરજીયાત છે અને બે ફુટનું અંતર જાણવું પડશે, જેવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની અપીલનેધ્યાનમાં રાખી મુંબઈની મોટા ભાગની સોસાયટીઓ સરકારના આદેશનું સંપૂર્ણ પાલન કરવા તૈયાર છે. જેથી કોરોનાવાયરસ થી બચી શકાય.. આમ આ વર્ષે ગણપતિ ની ઉજવણી ખૂબ સાદાઈથી કરવા માટે લોકો પણ તૈયાર છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
