ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
31 જુલાઈ 2020
પોલીસની ક્રાઈમ બ્રાંચના નાર્કોટિક્સ સેલે બાપરૌલાથી એક હત્યારા ડોકટરની ધરપકડ કરી હતી. અલીગઢ નિવાસી આયુર્વેદિક ડોક્ટર પર 50 થી વધુ ટ્રક અને ટેક્સી ડ્રાઇવરોની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે મીડિયા અહેવાલોને ટાંકીને કહ્યું છે કે તે સો કરતા વધારે લોકોની હત્યામાં સામેલ છે. પોલીસે કહ્યું કે ચોક્કસ નંબર જાણી શકાયો નથી કારણ કે તેની સામે દિલ્હી, યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં કેસ નોંધાયા છે અને હાલ ફક્ત સ્થાનિક પોલીસ જ આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ 100 હત્યા બાદ તેણે ગણતરી બંધ કરી દીધી હતી. લોકો તેને ડોક્ટર ડેથ, સીરિયલ કિલર અને હરિયાણાના સૌથી મોટા જલ્લાદ ના નામે બોલાવી રહયાં છે. તે ઘણા રાજ્યોમાં ફેલાયેલા કિડની રેકેટમાં પણ સામેલ હતો. આ ડૉક્ટર એ લગભગ 125 લોકોની કિડનીને ગેરકાયદેસર રીતે દૂર કરી અને તેનું પ્રત્યારોપણ કર્યું છે.
વાસ્તવમાં પેરોલ જમ્પિંગ કેસમાં રાજસ્થાનની જયપુર પોલીસ તેની તપાસ કરી રહી હતી. 28 જુલાઈએ પોલીસને માહિતી મળી હતી કે હત્યામાં આજીવન કારાવાસ ભોગવી રહેલા સીરીયલ કિલર જાન્યુઆરી 2020 માં પેરોલ જમ્પ કરીને નીકળ્યો હતો અને તે દિલ્હીના બાપ્રૌલામાં છુપાયો છે..
આ ડૉક્ટર પાસે બીએએમએસ ડિગ્રી છે, પરંતુ તે કિડની કાઢવા અને તેને પ્રત્યારોપણ કરવા માટે શસ્ત્રક્રિયા પણ કરતો હતો. બિહારના સિવાનથી તેને બી.એ.એમ.એસ ડિગ્રી મેળવી હતી. વર્ષ 1984 માં, તેણે રાજસ્થાનના જયપુરના બાંદીકુઇમાં જનતા હોસ્પિટલ નામથી ક્લિનિક ચલાવવાની શરૂઆત કરી. તે 11 વર્ષ સુધી ક્લિનિક ચલાવતો હતો. આ પછી, તે જયપુર, યુપી, વલ્લભ ગઢ અને ગુરુગ્રામમાં ફેલાયેલા કિડનીના જુદા જુદા રેકેટ સાથે જોડાયો હતો. 2004 માં, તેને ગુરુગ્રામથી કિડની રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે જાણવાં મળ્યું કે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા પર 5 થી 7 લાખ રૂપિયા મળતા હતા. અને જો કોઈ મારી જાય તો તેવી વ્યક્તિ ની લાશ કાસગંજની નહેરમાં મગરો માટે ફેંકી દેવામાં આવતી હતી.. જેથી કોઈ પુરાવા ન મળી શકે.
પૂછપરછમાં ડોક્ટરે દાવો કર્યો કે તેણે 100 થી વધુ ટેક્સી ડ્રાઇવરોની હત્યા કરી હતી. ટેક્સી ડ્રાઇવરોની હત્યા સામે દિલ્હી, યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં કેસ નોંધાયા હતા. તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ સજા ફક્ત છ-સાત કેસોમાં મળી હતી અને હાલ પેરોલ પર છૂટી વિવિધ ઠેકાણે તે સંતાતો ફરતો હતો..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com