Site icon News Continuous Bureau | Mumbai

કોન્સ્ટેબલ અને ડ્રાઈવરની પોસ્ટ માટે મહારાષ્ટ્રમાં ડોક્ટર, એન્જિનિયરની અરજીઓ

મહારાષ્ટ્ર સરકારે રાજ્ય પોલીસ દળ માટે 18 હજાર જેટલી જગ્યાઓની જાહેરાત કરી છે. તેમાંથી, પુણે પોલીસ દળમાં કોન્સ્ટેબલ અને ડ્રાઇવરની પોસ્ટ માટે તાજેતરમાં અરજીઓ મંગાવવામાં આવી હતી.

US permit interview for job on tourist viza

મોટા સમાચાર : યુ.એસ. પ્રવાસીઓને નોકરી માટે અરજી કરવાની, પ્રવાસી અથવા બિઝનેસ વિઝા પર હોય ત્યારે ઇન્ટરવ્યુ આપવાની મંજૂરી આપવામાં આવી.

News Continuous Bureau | Mumbai

આ પોસ્ટ માટે 12મા સુધીનું લઘુત્તમ શિક્ષણ અપેક્ષિત છે. પરંતુ તેના માટે આવેલી અરજીઓમાં અરજદારોનું શિક્ષણ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. હોમિયોપેથી ડોક્ટર, એન્જિનિયર, MBA જેવી મોટી ડિગ્રી ધરાવતા યુવાનોએ પણ આ જગ્યાઓ માટે અરજી કરી છે.

Join Our WhatsApp Channel

પુણે પોલીસ દળમાં આ ભરતી માટે 73,242 જેટલી અરજીઓ મળી છે, જેમાંથી 3238 અરજીઓ ઉચ્ચ શિક્ષિત લોકોની છે. મોટાભાગની અરજીઓ એવા યુવાનોની છે જેમની પાસે માસ્ટર્સ, ગ્રેજ્યુએટ, સાયન્સ ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટર સાયન્સ, લો, મેનેજમેન્ટ, હોમિયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર, એન્જિનિયર જેવી ડિગ્રી છે.

સરકારી નોકરીઓમાં સ્થિરતા અને સમય-આધારિત પરીક્ષાઓ દ્વારા ઉપલબ્ધ પ્રમોશનને કારણે, મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોના યુવાનો સરકારી નોકરીઓને પસંદ કરી રહ્યા છે. “ઘણા યુવાનો હજુ પણ સરકારી નોકરીઓ પાછળ દોડે છે. આ નોકરીઓ તેમને માત્ર સુરક્ષિત જીવનની બાંયધરી જ નથી આપતા પરંતુ તેમને ઘણી સુવિધાઓ પણ પૂરી પાડે છે. ઘર, તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપે છે. ખાનગી નોકરીની જેમ નોકરી ગુમાવવાનો ભય નથી. ઉપરાંત, અહીં પરીક્ષા આપીને, તમે વહેલામાં વહેલી તકે પ્રમોશન મેળવી શકો છો”, આઝમ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રોફેસર એજાઝ ભગવાને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને માહિતી આપતા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:   હવે ઘરના બ્રોકરોએ પણ પરીક્ષા આપવી પડશે, મહારેરા આપશે ટ્રેનિંગ

Nehru Nagar Police Recover Gold નેહરુ નગર પોલીસની પ્રશંસનીય કામગીરી ગણતરીના ૨ કલાકમાં ૧૨ તોલા સોનાથી ભરેલી સૂટકેસ શોધી માલિકને પરત સોંપી
Maharashtra MLC Election Results મહાયુતિમાં આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપે શિંદે સેનાના ઉમેદવારને પછાડ્યો, ૫ માંથી ૨ બેઠકોના પરિણામો જાહેર
Prashant Kishor Jan Suraaj Digital Head Dies પ્રશાંત કિશોરની ‘જન સુરાજ’ પાર્ટીને મોટો આંચકો ડિજિટલ મીડિયા હેડ દેવપાલિક ગુપ્તાનો રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ
Zeeshan Siddique Appointed Mumbai NCP Chief જીશાન સિદ્દીકી બન્યા NCP મુંબઈ એકમના નવા પ્રમુખ આ પદ સંભાળનારા સૌથી યુવા નેતા
Exit mobile version