Site icon

Dogs Given Retirement: અનોખું સન્માન, 10 સ્નિફર ડોગ્સને સલામ!, નિવૃત્તિ સમારોહમાં MP પોલીસે આ રીતે આપી વિદાય, જુઓ વિડિયો

Dogs Given Retirement: એમપી પોલીસે 10 સ્નિફર ડોગ્સનું સન્માન કર્યું છે. આ શ્વાનોને સેવામાંથી નિવૃત્તિ બાદ આ સન્માન મળ્યું છે. ડોગ્સને સન્માનિત કરવામાં આવતા વીડિયો જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી છે.

Dogs Given Retirement: 10 sniffer dogs honored grand stage how MP police bid farewell dogs retirement ceremony

Dogs Given Retirement: 10 sniffer dogs honored grand stage how MP police bid farewell dogs retirement ceremony

News Continuous Bureau | Mumbai

Dogs Given Retirement: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે મધ્ય પ્રદેશ પોલીસે (Madhya pradesh police) એક નિવૃત્તિ સમારોહનું આયોજન કર્યું છે, જેમાં કુલ 10 સ્નિફર ડોગ્સ (Sniffer Dog)નું સન્માન કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

સમારોહ દરમિયાન આ શ્વાનને તેમની અમૂલ્ય અને અતુલ્ય સેવા બદલ ભવ્ય વિદાય (Retirement ceremony) આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે પણ વીડિયો જોયા બાદ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 14 હજાર વખત જોવામાં આવ્યો છે અને તેને 400થી વધુ લાઈક્સ પણ મળ્યા છે.

જુઓ વિડીયો

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મધ્યપ્રદેશ પોલીસે (Madhya Pradesh Police) એક પછી એક 10 સ્નિફર ડોગ્સને વિદાય આપી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શ્વાનને સ્ટેજ પર બોલાવીને તેમને હાર પહેરાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  British airlines In Pakistan: પાકિસ્તાનની કંગાલીનો શિકાર બની આ બ્રિટિશ એરલાઇન! પાકમાં તેની સેવાઓ બંધ કરવા થઈ મજબૂર..

હાર પહેરાવવામાં આવ્યો

વીડિયોમાં દરેક ડોગ પોલીસકર્મીની સાથે જોવા મળે છે અને સ્ટેજ પર અધિકારીઓ દ્વારા હાર પહેરાવવામાં આવે છે. આ સમારોહમાં ઘણા વધુ પોલીસકર્મીઓ પણ ભાગ લેતા જોવા મળ્યા હતા.

યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી

આ વીડિયો જોઈને ઘણા યુઝર્સે તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું કે “તે આ સન્માનને પાત્ર છે. તેણે આ કમાવ્યું છે.” અન્ય એક યુઝરે લખ્યું કે “બધાને અભિનંદન અને શુભેચ્છાઓ.”

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version