ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
ડોમ્બિવલી સ્ટેશને આને સવારે આશરે સવા નવ વાગ્યાની આસપાસ એક મહિલા ચાલું ટ્રેનમાં ચડવા જતાં સંતુલન ગુમાવી ચૂકી હતી. આમ તે પ્લેટફોર્મ પર પડી પરંતુ રડતી રડતી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે જાય તે પહેલાં જ સમયસૂચકતા દાખવી દોડતા આવેલા મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના જવાનોએ તેને ખેંચી લીધી હતી. જેને પરિણામે તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના અંતરમાં ન જતાં બચી જવા પામી હતી. અન્યથા આ ભૂલને કારણે આજે મહિલાએ જીવથી હાથ ધોવો પડયો હોત.અનેકવારના સૂચનો છતાં રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ ચાલું ટ્રેનમાં ચડવા-ઉતરવા ઉપરાંત સ્ટંટ કરવાનું ભૂલતા નથી આવી જ એખ ભૂલ આજે એક મહિલાને ભારી પડી ગઇ હતી.
મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની શક્યતા વધતાં સરકાર સજ્જ. જાણો ક્યારે અને કેમ આવી શકે છે ત્રીજી લહેર.