ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
જો તમે અયોધ્યામાં આવેલ રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન કરવા ઈચ્છો છો તો આ રકમ હોવી આવકવેરા મુક્ત રહેશે. શુક્રવારે નાણાં મંત્રાલય દ્વારા આ સંબંધિત ગેઝિટ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. તદનુસાર, રામ મંદિર ટ્રસ્ટને દાનમાં આવકવેરા કાયદા, 1961 ની કલમ 80 G હેઠળ આવકવેરાને છૂટ આપવામાં આવશે. નાણાં મંત્રાલયે "યાત્રાધામને ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ અને જાહેર ઉપાસનાનું સ્થળ તરીકે આને જાહેર કર્યા છે". આ માહિતી રામ જન્મભૂમિ ટ્રસ્ટનું ખાતું ખોલ્યા પછી 2 એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર ખબર આપવામાં આવી જ હતી. 9 મી એપ્રિલ સુધીમાં આ ખાતામાં 5 કરોડથી વધુ રકમ જમા થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે, જે લોકોએ સૌથી વધુ દાન આપ્યું તે પણ ટેક્સ ફ્રી રહેશે જેમાં એક રૂપિયાથી લઈને 11 હજાર સુધીના પૈસા દાન મૂકી શકાશે. આમ અત્યાર સુધી કુલ 5 કરોડ રૂપિયા જમા થયા છે..