Site icon

DRDO Hypersonic Missile: DRDOએ ઓડિશામાં ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું, જુઓ વિડિઓ..

DRDO Hypersonic Missile: DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું

DRDO successfully test-fires India's first long-range hypersonic missile off Odisha coast

DRDO successfully test-fires India's first long-range hypersonic missile off Odisha coast

News Continuous Bureau | Mumbai

DRDO Hypersonic Missile:  ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 16 નવેમ્બર, 2024ના રોજ મોડી રાત્રે ઓડિશાના દરિયાકિનારે ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળ ઉડાન પરીક્ષણ હાથ ધર્યું. આ હાઈપરસોનિક મિસાઈલને સશસ્ત્ર દળો માટે 1,500 કિલોમીટરથી વધુની રેન્જવાળા વિવિધ પેલોડ વહન કરવા માટે  ડિઝાઈન કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

મિસાઇલને ( Hypersonic Missile ) વિવિધ રેન્જ સિસ્ટમ્સ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી, જે બહુવિધ ડોમેન્સમાં તૈનાત હતી. ડાઉન રેન્જ શિપ સ્ટેશનો પરથી મેળવેલા ફ્લાઇટ ડેટાએ સફળ ટર્મિનલ દાવપેચ અને ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે અસરની પુષ્ટિ કરી.

મિસાઇલને ( DRDO Hypersonic Missile ) હૈદરાબાદ સ્થિત ડો. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ સંકુલની પ્રયોગશાળાઓની સાથે-સાથે DRDOની વિવિધ પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. ઉડ્ડયન પરીક્ષણ ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને સશસ્ત્ર દળોના ( armed forces ) અધિકારીઓની હાજરીમાં હાથ ધરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Mukhyamantri Pak Sangrah Structure Yojana : જગતના તાતના હિતમાં ગુજરાત સરકાર, ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી ‘આ’ યોજનાની વધારી સહાય.

X પરની એક પોસ્ટમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ( Rajnath Singh ) ઉડાન પરીક્ષણને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે જેમણે ભારતને આવી જટિલ અને અદ્યતન લશ્કરી તકનીકોની ક્ષમતા ધરાવતા પસંદગીના રાષ્ટ્રોના જૂથમાં મૂક્યું છે. તેમણે સફળ ઉડાન પરીક્ષણ માટે ડીઆરડીઓ, સશસ્ત્ર દળો અને ઉદ્યોગને અભિનંદન આપ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ R&Dના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ. સમીર વી કામતે DRDOની ટીમને અભિનંદન આપ્યા જેમણે આ સફળ મિશનમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
Exit mobile version